UP: આઝમગઢમાં Trainee Aircraft ક્રેશ, કાટમાળથી 2 KM દૂર ખેતરમાંથી મળ્યો પાયલટનો મૃતદેહ
Trending Photos
આઝમગઢ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આઝમગઢ જિલ્લામાં સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક ટ્રેઈની એરક્રાફ્ટ TB-20 ક્રેશ ( Aircraft Crash) થઈને જમીન પર પડ્યું. આ ઘટના સારયમીર કસ્બાથી 7 કિમી દૂર કુસહા ગામમાં ઘટી. સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ આકાશમાં કાળા વાદળ છવાયેલા હતાં. ખરાબ હવામાન વચ્ચે આકાશમાં એરક્રાફ્ટ અનિયંત્રિત થતું જોવા મળ્યું અને જોત જોતામાં તો ખેતરમાં જઈને પડ્યું. આ અકસ્માતમાં પાયલટ કોર્ણાક સરનનું મોત થયું. જેમનો મૃતદેહ એરક્રાફ્ટના કાટમાળથી બે કિલોમીટર દૂર પાણી ભરેલા ખેતરોમાંથી મળી આવ્યો.
એરક્રાફ્ટ જમીન પર ટકરાયા બાદ ટુકડા ટુકડામાં ફેરવાઈ ગયું. આઝમગઢ એસપી સુધીર કુમાર સિંહે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટ રાયબરેલીના ફૂરસતગંજ સ્થિત આંતરરાષ્ટ્રીય તાલિમ કેન્દ્રથી ઉડ્યું હતું. તેને ટ્રેઈની પાયલટ કોર્ણાક સરન ઉડાવી રહ્યા હતાં. એરક્રાફ્ટને મઉ જનપથ જઈને પાછા ફરવાનું હતું. પરંતુ આઝમગઢમાં પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઈક્કા લિંક કંટ્રોલ સેન્ટરથી સંપર્ક તૂટી ગયો. એરક્રાફ્ટ અનિયંત્રિત થઈને ખેતરમાં જઈ પડ્યું. જેમાં સવાર પાયલટ કોર્ણાક સરનનું ઘટનાસ્થળે જ મોત થયું.
ગ્રામીણોએ આ અકસ્માતની સૂચના પોલીસને આપી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ પાયલટના મૃતદેહને ગ્રામીણોના સહયોગથી ખેતરમાંથી બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે તેમણે આકાશમાંથી એક એરક્રાફ્ટનું સંતુલન ગુમાવ્યા બાદ એક વ્યક્તિને પેરાશૂટથી છલાંગ મારતા જોયો હતો. એવું કહેવાય છે કે કોર્ણાક સરન સમયસર એરક્રાફ્ટમાંથી ઈજેક્ટ થઈ ગયા હતાં પરંતુ તેમનું પેરાશૂટ ખુલ્યુ નહીં અને અકસ્માતમાં તેમનું મોત થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે